હીરાની ખરીદી માટે બનો સ્માર્ટ શોપર, આ વાતોને ધ્યાનમાં રાખવી

હીરાના ઘરેણા પહેરવા સૌને ગમે. તે છતા તેની ખરીદી સોના અને ચાંદીના દાગીના ની બરાબરી માં ખુબ ઓછી છે. તેના બે કારણો છે.

1.) હીરાની કિંમત બજારમાં બીજા રત્નો કરતા વધારે છે, એવી એક મનોભાવના ઘણા લોકોમાં રહી ગઇ છે.
2.) લોકોને હીરાની ગુણવત્તા કેવી રીતે પરખવી તેની જાણકારી કે જ્ઞાન નથી, જેથી હીરા ખરીદવામાં છેતરીઇ જવાનો ભય રહે છે.

હીરાના જવેરાતની ખરીદી કેવી રીતે કરવી અને ખરીદી કરતી વખતે કઇ વાતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે, તે આ મુજબ છે.

સંશોધન, એટલે રિસર્ચ મહત્વપૂર્ણ

જ્યારે તમે હીરાની ખરીદી કરો, તેની પહેલા તમે કયા પ્રકારના હીરા લેવા ઇચ્છો છો, તેને ફક્ત રોકાણ માટે ખરીદો છો કે પછી ઘરેણા અથવા જવેરાતમાં પહેરવા ઇચ્છો છો તે નક્કી કરી લેવી. તે ઉપરાંત તમારા બજેટ એટલે ખરચવાની ક્ષમતાને પણ પારખી લેવી જરૂરી છે. હીરાના 4C, એટલે તેના વિવિધ પ્રકારના કેરેટ, કટ, ક્લેરિટી અને કલર વિષે જ્ઞાન મેળવી લેવી. તમે જેમોલોજીકલ ઇનસ્ટીટ્યુટ ઓફ અમેરીકા (જીઆઇએ)ની વેબસાટ www.gia.edu ખાતે આ જાણકારી મેળવી શકો છો.

ગ્રેડીંગ રીપોર્ટ હંમેશા જાંચવી

ગ્રેડીંગ રિપોર્ટ એ હીરાની ખરીદી નો સૌથી મહત્વપૂર્ણ હિસ્સો છે. તમારા હીરાની સાથે તેના 4સી નું નિરપેક્ષ વિશ્લેષણ કરતી ગ્રેડીંગ રિપોર્ટ, જે જીઆઈએ જાવી એક સ્વતંત્ર સંસ્થા દ્વારા પ્રદાન કરવામાં આવે છે, તે હોવી જરૂરી છે. કારણ કે હીરાના મુલ્ય અને ગુણવત્તા આવા તૃતીય-પક્ષ દ્વારા કરવામાં આવેલી આકરણીથી જ નક્કી કરવામાં આવે છે.

હંમેશાં તમારા રિપોટર્ને ક્રોસ-ચેક કરો

આજકાલ લોકો હિરાની ખરીદી ઓનલાઇન પણ કરવા લાગ્યા છે. પણ ઘણી વખત સાવચેતી ન રાખવાના કારણે મોંઘા ભાવે ઓછી ગુણવત્તાનો રત્ન ખરીદાઇ જાય છે. તમારી સાથે આવો અનુભવ ન થાય, તેના માટે હંમેશા તમારા હીરાના ગ્રેડીંગ રીપોર્ટની જાંચ જીઆઇએના વેબસાઇટમાં તેની ઓનલાઇન ડેટાબેઝ પર રિપોર્ટ ચેક કરાવી શકો છો. આવી રીતે, તમે સુનિશ્ચિત કરી શકો છો કે તમે જે હિરાની ખરીદી કરવાના છો તેનો અસલ મુલ્ય શું છે અને તેની ગુણવત્તા કેવી છે.

હીરા પર લેસરની લખાવટ પરખવી

હંમેશા હીરાની ખરીદી કરતી વખતે તમારા ઝવેરીને તે હિરાની ઉપર કરવામાં આવેલી લેસરની લખાવટ બતાવે તેવો આગ્રહ રાખવો. ગ્રેડીંગ કરવામાં આવેલા હિરાના કમરપટ્ટી પર લેસર દ્વારા તેની ખાસ ગ્રેડીંગ રીપોર્ટ નંબરની લખાવટ છાપવામાં આવે છે. આ શીલાલેખને તમે એક માઇક્રોસ્કોપીક યંત્ર દ્વારા જ જોઇ શકો છો.

હીરાની ખરીદી વ્યક્તિગત રૂપે જ કરવી

અમુક વખત એવું બની શકે કે તમે ગ્રેડીંગ રિપોર્ટમાં તસ્વીરોમાં દેખાતી ચમક, લક્ષણ અને રંગ તે હીરામાં અસલીમાં થોડીક જુદી હોય અને બની શકે કે તમે આ વાતથી રાજી ન થાઓ અને પછી તે હીરાને બદલાવવનો વિચાર કરશો.

આવા અનુભવ ના થાય, તેના માટે હંમેશા હિરાની ખરીદી દુકાનમાં પોતે જઇને જ કરવી. ઓનલાઇન તસ્વીરોમાં ઘણી વખત એડિટીંગના કારણે હીરાની ચમક અને કટ વધારે સાફ દેખાય, પણ અસલમાં પણ તે એવું જ હોય તે જરૂરી નથી.

હીરાની છુટક ખરીદી કરવી

જો તમને ઘણી વખત એવું લાગતું હોય કે તમે પસંદ કરેલા હીરાના દાગીના ખુબ મોંઘી છે, તો તેનો એક ઉપાય છે. તમે તમારા હીરાની છુટક ખરીદી કરો અને પછી તમને ગમતી અંગુઠી કે પેંડંટમાં જડાવી શકો છો. આવું કરવાથી તમને મોંઘા મેકીંગ ચાર્જીસ ભોગવવા ન પડે.

Why they choose us

Find Us on Instagram @vajrajewelsahmedabad

BOOK AN APPOINTMENT