અસલ કે નકલ: જાણો અસલી હીરાની ઓળખ કેવી રીતે કરવી

દુનિયામાં જેટલી પણ કિંમતી અને વિરલ વસ્તું બની છે, તેની નકલ પણ હંમેશાથી બનતી આવી છે. તેના ઘણા કારણો હોઇ શકે.

જો કોઇ અસલ વસ્તુ વસાવી ન શકે અટલે તેના નકલથી ખુશ થાય છે, અને અમુક લોકો છેતરપિંડી કરીને પૈસા કમાવવા માટે આવુ કરે. અને આ વાત હીરા જેવી મુલ્યવાન રત્ન માટે પણ લાગુ પડે છે.

જો તમને અમુક વખત એવી શંકા ગઇ હોય કે તમારા હીરા અસલી છે કે નકલી, તો તેની તપાસ કરવા માટેના સરળ ઉપાયો અમે બતાવવાના છીએ.

ફોગ ટેસ્ટ (ધુમ્મસ-ઝાકળ તપાસ)

હીરાની વાસ્તવિકતાની તપાસ કરવા માટેની આ સૌથી સરળ તકનીક છે. તમારે ફક્ત આટલું જ કરવાનું રહેશે.

હીરાને તમારા મોઢાની પાસે લઇ આવો, અને બાહર શ્વાસ છોડો. જો હીરાની સપાટી તામારા શ્વાસમાંથી નિકળતી ભેજના કારણે બે સેકન્ડથી વધારે સમય માટે અસ્પષ્ટ રહે છે, તો તે નકલી છે. કારણ કે અસલી, કુદરતી હિરા પર કોઇ પણ પ્રકારનો ભેજ એક સેકન્ડથી વધારે ટકી નહી શકે.

વોટર ટેસ્ટ (જળ તપાસ)

આ તપાસ એટલો સરળ છે કે એક 5 વષર્નો બાળક પણ અસલી અને નકલી હીરા વચ્ચેનો ફરક પકડી પાડી શકે. તમારે ફક્ત એક ગ્લાસમાં પાણી ભરીના મેઝ પર મુકવાનું છે અને તેમા તમારા છુટક હીરાને પાણીમાં નાખવાનું રહેશે. અને જો તે રત્ન પાણીમાં ડૂબીને ગ્લાસના તળીયે બેસી જાય, તો તે અસલી હીરા છે. કારણકે નકલી રત્નો હલકા હોવાના કારણે પાણીના સપાટી પર તરવાનું શરુ કરી દે.

હીટ ટેસ્ટ (ઉષ્મા તપાસ)

છુટક હીરાને એક લાઇટરની જ્વાલા હેઠળ 30 સેકન્ડ માટે પકડી રાખવી. પછી તેને તરત ઠંડા પાણીમાં બોળી દેવી. જો તમારો રત્ન અસલી હીરા હોય, તો તેને કઇ જ નહી થાય. અને જો નકલી હોય, તો તે ભાંગી-તૂટી તેના કટકા થઇ જશે. તેનું કારણ એ છે કે ઉષ્માથી થયેલી ઝડપી વિસ્તરણ અને ઠંડા પાણીથી થયેલી સંકોચનને સહન કરવાની તાકત હીરા સિવાય બીજા કાઇ પધાર્થમાં નથી.

રીડ-થ્રુ અથવા ડોટ ટેસ્ટ

અસલી હીરાની ઓળખાણ કરવા માટે તેની રિફ્રેક્ટીવીટી, એટલે પ્રત્યાવતર્નની જાંચ કરવી જરૂરી છે. હીરાની રિફ્રેક્ટીવીટી પ્રકાશને વિવિધ દિશાઓમાં ફેલાવે છે. એટલે જો તમારી પાસે જે હીરા છે તે અસલી છે કે નકલી તેની તપાસ કરવા તેને એક છાપાના લખાવટ વાળા પાના પર ઉંધુ કરીને મુકો. જો તમને તમારા હીરાની આરપાર અકશરો જરાય ન વંચાય, તો તે અસલી છે.

તમે આ જ તકનીક એક ડોટ એટલે બિંદુ દ્વારા પણ કરી શકો છો. એક સાફ અને સફેદ કાગળ પર પેન અથવા પેનસીલ થી એક બિંદુ બનાવો અને તેની ઉપર તમારા હીરાને ઉંધુ મુકી દો. જો તમે હીરાના અણીદાર હીસ્સાથી જોશો અને તમને બિંદુ હજી દેખાઇ આવે છે, તો તે અસલી હીરા નથી.

હીરાના સમાન વપરાતા નકલના પધાર્તો

જો તમે વિચારી રહ્યા છો કે તમારી પાસે જે રત્ન છે તે હીરા નહી તો શું છે, તો તે નિચે મુજબ છે.

1.) ક્યુબીક ઝીર્કોનીયા
આ પધાર્થ આમ તો હીરાની જેમ કુદરતી રૂપે ઉત્પન્ન થાય છે, પણ તે પુર્ણ રૂપે હીરા નથી. તે ઝીર્કોનિયમ ઓક્સાઇડનો સ્ફટિક રૂપ છે, જે હીરા કરતા વજનમા ભારે અને રંગીન છે.

2.) સિન્થેટીક ડાયમન્ડ
આ પ્રકારના હીરા એ નકલી નથી, પણ માનવસર્જિત રત્ન છે. આ બિન-કુદરતી રત્ન ને પ્રયોગશાળામાં નિયંત્રીત પ્રક્રિયાથી બનાવવામાં આવે છે. આ પ્રકારના હીરા એ કુદરતી રૂપે બનેલા હીરા કરતા લગભગ 20 ટકા સસ્તા છે.

Why they choose us

BOOK AN APPOINTMENT