હીરાના ઝવેરાત એ શ્રેષ્ઠ રોકાણ છે!
જયારે પણ રોકાણની વાત કે ચર્ચા ઉપડે, ત્યારે આપણે ગુજરાતીઓના મગજ માં તરત જ ત્રણ વિકલ્પ આવે છે.
સોનું, જમીન અને શેર બજાર
તેનું કારણ એ છે, કે વર્ષોથી આ ત્રણ વિકલ્પોમાં રોકાણ કરવાથી હંમેશા વળતર ખૂબ જ સારું રહ્યું છે. અને ભારતીયો હંમેશાં માને છે કે સોનામાં રોકાણ કરવું એ સૌથી સલામત વિકલ્પ છે, પછી ભલે એ સોનું દાગીનાના રૂપમાં હોય કે સોનાના બિસ્કિટ તરીકે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી, નવી પેઢી એક તંદુરસ્ત વળતરની ખાતરી અને તેની સલામતી માટે તેમના નાણાંના રોકાણ ખાતર બીજા સારા વિકલ્પો શોધવાનું શરૂ કર્યું છે.
લગભગ દસ-બાર વર્ષ પહેલા કોઇ તમને હીરામાં રોકાણ કરવાની સલાહ-સૂચન આપે, તો તેને તમે ગંભીરતા સાથે ના લો. પણ 2008ની વિશ્વ મંદી બાદ, તમામ લોકોએ તેમના રોકાણ અને નાણાંની સલામાતી ને ગંભીરતા સાથે લેવાની શરૂઆત કરી. અને તે સમયે, હીરા એ ફક્ત એક રત્ન ન રહ્યો, પણ એક સલામત અને મૂલ્યવાન રોકાણની વસ્તુ બની ગઇ. અને આ બદલાવ પાછળના કારણો કંઇક આ પ્રમાણે છે.
હીરા એ મોંઘવારી, બજારમાં મંદી અને ચલણમાં સુધારાથી સુરક્ષીત રહે છે.
જ્યારે પણ વિશ્વમાં મોંઘવારી કે મંદી વધી હોય, ત્યારે મોટાભાગના સ્થાવર મિલકતોનો મૂલ્યમાં ઘટાડો જોવા મળે છે. શેર બજારમાં પણ સ્ટોક્સના ભાવ ગગડવા લાગે અને તમારી જમા પૂંજી ખતરામાં આવી જાય છે. પણ મોંઘવારીથી આજ દિન સુધી હીરાના ભાવમાં કોઇ મોટી ફરક પડી નથી. જ્યારે ભારત સરકારે નોટબંધી લાગુ કરી હતી, ત્યારે તમામ પ્રકારના રોકાણો નો મુલ્યમા કડાકો જોવા મલ્યો, પણ હીરાના ભાવમાં નહી. તેની વિશ્વભરમાં લગભગ સમાન મૂલ્ય રહ્યો હતો.
હીરાની વિશ્વવ્યાપી સ્વીકૃતિ
હીરા એક એવો રત્ન અને રોકાણ છે, જેની સ્વીકૃતિ વિશ્વભરના તમામ ઝવેરાત અને રત્નોના બજારોમાં થાય છે. અમદાવાદ હોય કે બેલ્જીયમ, તમને તમારા હીરાનો ભાવ તેના કેરટ, કટ (કાપ), ક્લેરીટી (સ્પષ્ટતા) અને કલર (રંગ) ના હિસાબે જ નક્કી થાય છે. તે સરકારી ભાવાંકનના નિયમોથી સ્વતંત્ર હોવાથી તેનો મૂલ્ય વિશ્વભરમા જાળવી રાખે છે.
હીરાની સરળ જાળવણી
ગાડી, બંગલા, જમીન અને જાયદાદ, તેનો મૂલ્ય લાખોમાં હોઇ શકે, પણ આ મૂલ્યને જાળવી રાખવા માટે તેની માલીકી દરમિયાન તમારે ખૂબ ખરચો પણ ભોગવવો પડે. હવે એવા રોકાણનું મતલબ જ શું, જેના ભવિષ્યમાં ઉત્તમ મૂલ્ય મેળવવા માટે વતર્માનમાં નિયમિત રૂપે પૈસા ખરચવા પડે. હીરા ભલે કદમાં સાવ નાનો હોય, પણ મૂલ્યમાં આ તમામ કરતા પહેલવાન છે. તેની જાળવણી માટે તમારે કોઇ ખાસ ખરચો કરવો પડતો નથી. ફકત એક મજબૂત તીજોરી, જે તમારા ઘરમાં પણ હોઇ શકે અથવા તમારા વિશ્વસનિય બેંકમાં. અને હવે તો તમે તમારા હીરાનો વિમો પણ કઢાવી શકો છો, જેથી કોઇ સંજોગોમાં તમારા હીરાની ચોરી થાય, તે ગુમ થઇ જાય અથવા તેને કોઈ નુકસાન પહોંચે, તો તમને તેનો વળતર મળી શકે છે.
લાંબા ગાળાનું ટકાઉપણું
હીરાની જાળવણી કરવી ખુબ સરળ છે, કારણ કે સોના કે ચાંદીની જેમ તેમાં સમયની સાથે કોઇ પ્રકારનો ઘસારો થતો કે દેખાઇ આવે એમ નથી. અને તે કારણોસર હીરાને તમે એક આભૂષણના રૂપે રોજ પહેરી શકો છો. તે ઉપરાંત, જેમ સોનું જુનું થતું જાય, તેના બજારમાં ભાવ ઓછા થાય, એવી કોઇ સીધાંત હીરામાં લાગું પડે તેમ નથી. તમારો હીરો 4 વર્ષ જુનો હોય કે 40 વર્ષ, તેનો મુલ્યમાં કોઇ ખાસ ફેર પડે તેમ નથી.
કદ અને વજનનો મુલ્યાંકનમાં અસર પડતો નથી
હીરા એ કુદરતનો એક અમૂલ્ય પદાર્થ છે. હીરા એક એવો રત્ન છે જેના કદ કે વજનનો તેના ભાવ સાથે ખાસ લેનદેન નથી. ઘણા તબક્કે, નાનામાં નાનો દેખાતો હીરાનો મુલ્ય કરોડોમાં હોઇ શકે, જ્યારે સોના આથવા ચાંદીના દાગીના કે બીસ્કીટના ભાવ તેના વજનના હીસાબે ગણવામાં આવે છે. એટલે જ, જ્યારે કોઇ મોટી રકમનો રોકાણ કરવો હોય, તો સોના અથવા ચાંદીના બદલે હીરાની ખરીદી કરો. તેના નાના આકારના કારણે તેની જાળવણી, સાચવણી અને પરિવહન સરળ બની જાય છે.
એટલે હવે નવા જમાનામાં નવા રોકાણ કરો હીરાની સાથે. તમે હીરાને રત્ન રૂપે અથવા ઝવેરાત ના રૂપે ખરીદી શકો છે. અમારી સલાહ તમને એ જ રહેશે, કે હીરાને ઝવેરાત રૂપે વાસાવાય. કારણ તે ફક્ત એક રોકાણ નહી, પણ એક સુંદર અલંકાર પણ છે, જે તમે ખાસ પ્રસંગોમાં પહેરી શકશો.
અને હીરાના ઝવેરાતમાં હિરા ઉપરાંત, માણેક, પન્ના, મોતી જેવા રત્નો તથા બીજા મૂલ્યવાન ધાતુઓ જેમકે સોનું અથવા પ્લેટિનમ હોવાથી તેનો મુલ્ય વર્ષો સુધી જળવાઇ રહેશે.
આજે જ પધારો વજ્ર જ્વેલ્સ માં તમારા નવા રોકાણ, એક સંદર હિરાના અલંકારને વસાવવા.